Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં 52 હજાર પીવાના પાણીના નમૂના ફેલ, ભરૂચ, આણંદમાં પાણીના સૌથી વધુ નમૂના ફેલ....

રાજ્યમાં પીવાના શુદ્ધ પાણીના દાવા પોકળ સાબિત થયા છે. પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સરકારના દાવા વચ્ચે હજારો નમૂના બિનપ્રમાણિત રહ્યા છે.

રાજ્યમાં 52 હજાર પીવાના પાણીના નમૂના ફેલ, ભરૂચ, આણંદમાં પાણીના સૌથી વધુ નમૂના ફેલ....
X

રાજ્યમાં પીવાના શુદ્ધ પાણીના દાવા પોકળ સાબિત થયા છે. પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સરકારના દાવા વચ્ચે હજારો નમૂના બિનપ્રમાણિત રહ્યા છે. વિકાસના દાવા વચ્ચે ગુજરાતમાં સ્વચ્છ પાણી માટે લોકો ફાંફા મારી રહ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓના નાગરિકોને પીવાનું પૂરતું અને ચોખ્ખું પાણી ન મળવાના કારણે રોગચાળો વધુ ફેલાય છે. પીવાના પાણીની સૌથી વધુ સમસ્યા ગ્રામીણ વિસ્તારમાં જોવા મળી રહી છે. ગુજરાતભરમાંથી લેવામાં આવેલા પીવાના પાણીના નમૂના પૈકી 52 હજાર નમૂના ફેલ થયા છે. અશુદ્ધ પાણીના કારણે રાજ્યમાં સ્વાસ્થ્યનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. ગુજરાતના કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, ભરૂચ અને આણંદમાં સૌથી વધુ અશુદ્ધ પાણી પીવાતું હોવાનો ખુલાસો થયો છે. નર્મદાના તટે વસેલા ભરૂચવાસીઓ પણ અશુદ્ધ પાણી પી રહ્યા હોવાનું સામે આવ્યું છે. બોરના પાણીની અશુદ્ધિઓથી સાંધા, કિડની, હાડકા સહિતની બીમારીઓ થઈ રહી છે. નલ સે જલ યોજનાના દાવા વચ્ચે બોરના પાણીથી ગુજરાતીઓ બીમાર પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અશુદ્ધ પાણીને લઇ રાજ્યમાં સ્વાસ્થ્યનો ગ્રાફ નીચે જઇ રહ્યો છે.

Next Story