ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સતત બીજા દિવસે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર પહોંચ્યો છે. આજે વધુ નવા 547 કેસ નોંધાયા છે. આજે 419 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,18,042 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.86 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે કુલ 70,872 રસીના ડોઝ અપાયા હતા.
રાજ્યમાં આજે નોંધાયેલા 547 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 222, સુરત કોર્પોરેશન 82, વડોદરા કોર્પોરેશન 46, રાજકોટ કોર્પોરેશન 15, ગાંધીનગર કોર્પોરેશન 16, જામનગર કોર્પોરેશન 13, ભાવનગર કોર્પોરેશનમાં 7 કેસ નોંધાયા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ જોઈએ તો, સુરતમાં 11, વલસાડમાં 22, મહેસાણા અને નવસારીમાં 18-18 કેસ, ભરુચ અને કચ્છમાં 15-15 કેસ, આણંદમાં 10, ગાંધીનગરમાં 6, અમદાવાદ અને મોરબીમાં 5-5 કેસ, રાજકોટમાં 4 કેસ, વડોદરામાં 3, બનાસકાંઠા, ભાવનગર અને જામનગરમાં 2-2 કેસ, બોટાદ, ખેડા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 419 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,18,042 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 3042 થયા છે. જેમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે.