દિવાળીની રાત્રીએ રાજયમાં આગના 7 બનાવ,ફાયર વિભાગ દ્વારા આગ પર મેળવવામાં આવ્યો કાબુ

પ્રકાશના પર્વ દિવાળીની રાત્રીએ રાજ્યમાં છઅલગ અલગ જગ્યાએ આગના બનાવો સામે આવતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
દિવાળીની રાત્રીએ રાજયમાં આગના 7 બનાવ,ફાયર વિભાગ દ્વારા આગ પર મેળવવામાં આવ્યો કાબુ

પ્રકાશના પર્વ દિવાળીની રાત્રીએ રાજ્યમાં છઅલગ અલગ જગ્યાએ આગના બનાવો સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઇટરોની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

Advertisment

પ્રકાશના પર્વ દિવાળીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ત્યારે રાજ્યના વિવિધ જીલ્લામાં આગના બનાવ બન્યા હતા. દિવાળીની રાત્રીએ વડોદરા કલેકટર ઓફિસ પાસે આવેલ આંબેડકર ભવનમાં આગ ફાટી નીકળી હતી.આ આગમાં સરકારી દસ્તાવેજ બળીને ખાક થઈ ગયા હતા.સરકારી ઓફિસનું ફર્નિચર પણ આગની ચપેટમાં આવી ગયું હતુ.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો

આ તરફ ભરૂચની જૂની મામલતદાર કચેરી નજીક વૃક્ષ પર આગ ફાટી નીકળી હતી. ફટાકડા ફોડવાના કારણે આગ લાગી હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો


દિવાળીની રાત્રિએ અંકલેશ્વરમાં કચરાના તેમપામાં આગ ફાટી નીકળતા અચરજ ફેલાયુ હતુ.મુખ્ય માર્ગ પર કચરાના ટેમ્પામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.આખરે મુખ્ય માર્ગ પરથી પસાર થતા લોકો અને સ્થાનિકોના પ્રયાસથી આગ પર કાબુ મેળવાયો હતો

આ તરફ અંકલેશ્વરમાં આગનો અન્ય પણ એક બનાવ બન્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ નજીકના તળાવમાં સુકાયેલા ઘાસમાં આગ ફાટી નીકળી હતી.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો

પાટણના સમી તાલુકાનાં ગોધાણા ગામે પણ આગનો બનાવ બન્યો હતો. ગામમાં ઘાસ ભરેલા વાડામાં આગનો બનાવ બન્યો હતો.સળગતા ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Advertisment

નવસારી જીઆઈડીસીમાં આવેલ સિરામિકના ગોડાઉનમાં પણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફટાકડાનો તણખો ઉડતા ગોડાઉનમાં લાગી આગ હોવાનું કારણ સામે આવ્યુ છે.બનાવની જાણ થતાં જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

નવસારીમાં જ આગનો બીજો બનાવ સામે આવ્યો હતો જેમાં બંદર રોડ પર આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ કરાતા ત્રણ ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

Advertisment