Connect Gujarat
ગુજરાત

કાલાવડ-જામનગર હાઇવે પર કાર અને ટ્રેકટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના કમકમાટી ભર્યા મોત, 2ની હાલત અતિ ગંભીર

કાલાવડ-જામનગર હાઇવે પર કાર અને ટ્રેકટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના કમકમાટી ભર્યા મોત, 2ની હાલત અતિ ગંભીર
X

રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ જામનગર પાસે બનતા ચકચાર મચી જવા પામી છે. કાલાવડ-જામનગર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, કાલાવડ-જામનગર હાઇવે પર મોટી માટલી ગામ પાસે ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 2 લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

Next Story