New Update
વલસાડમાં મુશળધાર વરસાદ વરસ્યો
કપરાડામાં ડુંગર પર સર્જાયું ભૂસખ્લન
ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા
એક મકાન માટી અને પથ્થરો નીચે દબાયું
ઘરમાં રહેતા પરિવારનો આબાદ બચાવ
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડાના અંતરિયાળ વાડી ગામમાં ડુંગર પર ભૂસખ્લનની ઘટના બની હતી.જેના કારણે એક મકાન ડુંગરની માટી અને પથ્થરો નીચે દબાઈ ગયું હતું,જ્યારે મહારાષ્ટ્ર તરફ જતો માર્ગ પણ પ્રભાવિત થયો હતો.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડાના અંતરિયાળ વાડી ગામમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. જેના કારણે ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું હતું. આ ઉપરાંત કપરાડા અને મહારાષ્ટ્રને જોડતા રસ્તા પર પણ ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો હતો.
સર્જાયેલી ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ડુંગરના માટી અને પથ્થર નીચે દબાયેલા ઘરમાં રહેતો પરિવાર સમયસર બહાર સુરક્ષિત જગ્યા પર ખસી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.અને તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે ડુંગર નીચેના 5 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા હતા.જ્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ ડુંગર ઉપર જવાની મનાઈ કરી અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત ઘટનામાં ડુંગર પરની જમીન પણ ધસતા 5 એકર વિસ્તારમાં ખેતરોમાં પણ જમીન ધસી પડી હતી.અને ભૂસ્ખલનને કારણે કેટલાક ખેતરોનો ભાગ પણ ધસી જતાં ઉભા પાકને પણ નુકસાન થયું હતું. ભૂસ્ખલનને કારણે અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા કોઈ યોગ્ય મદદ કરવામાં આવે તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
Latest Stories