ગીરના જંગલમાં 2000 જેટલા કુવા કર્યા કોર્ડન, રિલાયન્સ ગ્રુપ અને રાજ્ય સરકારની સંયુક્ત કામગીરી
ગીર જંગલમાં સિંહોની સુરક્ષા મુદ્દે રિલાયન્સ ગૃપે રાજ્ય સરકાર સાથે મળી મોટું પગલું ભર્યું છે. સાંસદ પરિમલ નથવાણીએ ટ્વિટ કરી જાણકારી આપી છે

ગીર જંગલમાં સિંહોની સુરક્ષા મુદ્દે રિલાયન્સ ગૃપે રાજ્ય સરકાર સાથે મળી મોટું પગલું ભર્યું છે. સાંસદ પરિમલ નથવાણીએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે ગીરના જંગલ અને આસપાસના વિસ્તારમાં આવેલ કુવાઓ કોર્ડન કર્યા છે જેમાં 2 હજાર જેટલા કૂવાઓ આગળ દીવાલ બનાવી દેવામાં આવી છે. જ્યારે અન્ય હજાર જેટલા કૂવાઓ કોર્ડન કરવાની કામગીરી હાલ પુરપાટ ઝડપે ચાલી રહી છે.
જંગલ વિસ્તાર નજીક આવેલા ખેતરમાં સિંચાઇ માટે રાખવામાં આવેલ આ કુંવાઓ ખુલ્લા છે જેથી અકાળે સિંહ અને જન્ય પ્રાણીઓ કૂવામાં પડી જાય છે જેથી બચવા કૂવાઓ કોર્ડનની મહત્વની કામગીરી સરકાર સાથે મળી રિલાયન્સ ગૃપ કરી રહ્યું છે. ગીરમાં ખુલ્લા કુવાઓ સિંહોની સુરક્ષા માટે મોટી ચિંતા છે. આ મુદ્દાને ઉકેલવા માટે, Reliance ગુજરાત સરકાર સાથે કામ કરી રહી છે. ભૂતકાળમાં, RIL એ લગભગ 2000 કુવાઓ બાંધ્યા હતા. હાલમાં આવા અન્ય 3000 કુવાઓ માટે કામ ચાલી રહ્યું છે, જેમાંથી 100 કૂવાને બનાવી પણ દેવાયા છે.ગુજરાતમાં સિંહના મૃત્યુ અંગે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં સરકાર તરફથી જવાબ મળ્યો છે જે ચોંકાવનારો છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 283 સિંહના મૃત્યુ થયા છે.
જેમાં 254 સિંહના કુદરતી મૃત્યુ તો અકસ્માતથી 29 સિંહ મોતને ભેટયા છે પણ સારી વાત એ છે કે 2 વર્ષમાં સિંહોની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર 2021 ની સ્થિતિ સિંહની સંખ્યા 674 પહોંચી ગઈ છે. ગીર અભયારણ્યમાં 345 સિંહ, ગીર બહારના અભ્યારણ્યમાં 329 સિંહ હોવાની માહિતી પણ સરકારે આપી છે જેમાં 206 નર, 309 માદા અને 29 સિંહ બાળ છે.