New Update
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચ રોડ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ થઈ ગયો છે
અને અનેકવાર રસ્તાની રજુઆત બાદ પણ માત્ર થીંગડા મારી ચલાવવામાં આવતું હોય તેવુ હાલ તો સ્પષ્ટ પણે જણાઈ આવે છે,અને જેને લઈને વાહન ચાલકો તથા રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે.જ્યારે સફાઈ ના અભાવે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત મચ્છરનો ઉપદ્રવ, રખડતી ગાયોને લઇને રજુઆત બાદ કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
જે અંગે સામાજિક કાર્યકર અનીલ પટેલ દ્વારા પ્રાંતિજ ત્રણ રસ્તા થી હાથમા થાળી વેલણ લઈ વગાડી ને ત્રણ કિલોમીટર સુધી ચાલીને પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે જઈને પ્રાંતિજ મામલતદાર જૈમીન શાહ તથા પ્રાંત કચેરી ખાતે થાળી વેલણ વગાડી ને અનોખો વિરોધ કર્યો હતો. અને જો આવનાર દિવસોમાં સમસ્યાનો હલ નહી આવે તો હિંમતનગર ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.