ભાવનગરમાં સર્જાયો ભયંકર અકસ્માત, ખાનગી બસ ટ્રક પાછળ ઘૂસી જતાં 2 લોકોના મોત, 5ને ઇજા....

સુરતથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ભાવનગરમાં અકસ્માત નડ્યો હતો.

New Update
ભાવનગરમાં સર્જાયો ભયંકર અકસ્માત, ખાનગી બસ ટ્રક પાછળ ઘૂસી જતાં 2 લોકોના મોત, 5ને ઇજા....

સુરતથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ભાવનગરમાં અકસ્માત નડ્યો હતો. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ભાલપંથકના નિરમાના પાટીયા પાસે એક ટ્રક પાછળ બસ ઘૂૂસી જતાં બે મુસાફરોના મોત થયા હતા. તેમજ 5 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરતથી દરરોજના ક્રમ મુજબ ખાનગી ટ્રાવેલ્સની બસ ઉના જવા રવાના થઈ હતી, આ બસ વહેલી પરોઢીયે ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર સનેસગામના પાટીયા પાસે પહોંચી હતી, દરમ્યાન બસ ચાલકે રોડપર ઉભેલા એક ટ્રક પાછળ બસને અથડાતા વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, જયારે 5થી વધુ લોકોને સારવાર અર્થે 108 મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂરી કેસ કાગળો કરી બંનેની લાશને પીએમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Latest Stories