Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના 668 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 515 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં ફરીથી નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 668 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાના 668 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 515 દર્દીઓ થયા સાજા
X

ગુજરાતમાં ફરીથી નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 668 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 515 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં કોઈ મોત નોંધાયું નથી.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 668 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 253, સુરત શહેરમાં 81, વડોદરા શહેરમાં 52, ભાવનગર શહેરમાં 27, ગાંધીનગર શહેરમાં 27, ગાંધીનગરમાં 19, સુરતમાં 18, વલસાડ 18, મહેસાણા 15, કચ્છમાં 14 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 515 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,22,381 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 4046 થયા છે, જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર છે, જયારે 4041 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ નથી થયું. કોરોનાથી કુલ મોતનો આંક 10,948 છે.

Next Story