Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના નવા 968 કેસ નોંધાયા, 141 દર્દીઓએ થયા સાજા

રાજ્યમાં આજે કોરોનાના નવા 968 કેસ નોંધાયા, 141 દર્દીઓએ થયા સાજા
X

A total of 968 new cases of corona were reported in the state today, with 141 patients recoveringરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે. બીજી તરફ 141 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.22 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 1,01,471 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 396, સુરત કોર્પોરેશનમાં 209, વડોદરા કોર્પોરેશનમાં 64 , રાજકોટ કોર્પોરેશનમાં 40, ખેડામાં 36, આણંદ 29, વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17, ગાંધીનગર કોર્પોરેશનમાં 14, સુરત 14, ભરુચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી 4, જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહીસાગર 4, દેવભૂમિ દ્વારકા 3, મહેસાણા 3, મોરબી 3, તાપી 3, બનાસકાંઠા 2, જામનગર 2, જામનગર કોર્પોરેશનમાં 2, પંચમહાલમાં 2, સાબરકાંઠા 2 અને ભાવનગરમાં એક નવો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 4753 કેસ છે. જે પૈકી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 4747 નાગરિકો સ્ટેબલ છે. 8,18,896 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10120 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે વલસાડમાં 1 મોત થયું છે.

Next Story