શ્રાવણ સોમવાર અને રક્ષાબંધનનો અનોખો સંયોગ, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિસમુદ્ર છલકાયો...

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો હતો.

New Update
Advertisment

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો હતો.

Advertisment

પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવારપૂર્ણિમારક્ષાબંધનનો સુભગ સમન્વય સર્જાતા શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો. વહેલી સવારથી જ મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્લા મુકાયા હતાત્યારે કતારબદ્ધ ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા. સોમનાથ મહાદેવને સવારનો શ્રૃંગારમાં રાખડીઓનો ઉપયોગ કરીને મહાદેવને અલંકૃત કરાયા હતાઅને સમગ્ર વિશ્વની રક્ષાની કામના કરવામાં આવી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી. આ સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનાર સૈનિકોના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માગ્યા હતા.