Connect Gujarat
ગુજરાત

AAP સુપ્રીમો કેજરીવાલનો ઉમિયાધામ મંદિરનો કાર્યક્રમ રદ્દ, જાણો શું છે વિવાદ..!

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઊંઝામાં સભા સંબોધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઊંઝામાં સભા સંબોધી હતી.

AAP સુપ્રીમો કેજરીવાલનો ઉમિયાધામ મંદિરનો કાર્યક્રમ રદ્દ, જાણો શું છે વિવાદ..!
X

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન મહેસાણાની મુલાકાતે છે. ઊંઝામાં અરવિંદ કેજરીવાલે જાહેર સભા સંબોધી, ત્યારે આ પહેલા અરવિંદ કેજરીવાલનો ઉમિયાધામ મંદિર દર્શનનો કાર્યક્રમ રદ કરાયો છે. કેજરીવાલના ઉમિયા માતાના મંદિરે જવા પર વિવાદ ઉભો થયો હતો. હિન્દુ હિત રક્ષક સમિતિએ વિરોધ દર્શાવ્યો હતો, અને મંદિરમાં કેજરીવાલનું સ્વાગત ન કરવા માંગ કરી હતી, ત્યારે આ વિરોધને પગલે કાર્યક્રમ રદ કરાયો છે.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઊંઝામાં સભા સંબોધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઊંઝામાં સભા સંબોધી હતી. જોકે, ઊભા થયેલા વિવાદને કારણે અરવિંદ કેજરીવાલે ઉમિયા માતાના મંદિરે જવાનો કાર્યક્રમ રદ કર્યો છે. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પત્ર ફરતો થયો હતો. જેમાં કેજરીવાલને હિન્દુ ધર્મ વિરોધી બતાવીને મંદિર ટ્રસ્ટને સ્વાગત ન કરવા કહેવાયું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા પાટીદાર સંબંધી વિવાદ વચ્ચે રાજ્યના પાટીદાર સમાજને સાથે રાખવા આમ આદમી પ્રયાસ પ્રયાસ કરી રહ્યું છે. ગઈકાલે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા કેજરીવાલની ઊંઝા ઉમિયાધામ સંસ્થાન દ્વારા અરવિંદ કેજરીવાલના સ્વાગત સરભરા કરવામાં ન આવે એવી લેખિત રજુઆત કરવામાં આવી હતી. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા અરવિંદ કેજરીવાલને ઉમિયા માતાજી મંદિરમાં સ્વાગત સરભરા ન આપવા લેખિત માંગ કરાઈ હતી. સાથે જ મંદિરને રાજકીય અખાડો ન બનાવે તેવો પણ ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.




Next Story