દ્વારકાની ઓખા જેટી પર સર્જાય દુર્ઘટના,ક્રેન તૂટતા 3 શ્રમિકોના મોત

ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બે શ્રમિક ક્રેન નીચે દટાઈ ગયા હતા

New Update
Okha Jetty Tragedy

દ્વારકાના ઓખા ખાતે આવેલી જેટી પર ક્રેન તૂટી પડવાના કારણે મોટી દુર્ઘટના સર્જાય છે. ક્રેન તૂટીને નીચે પડતા તેની નીચે દબાઈ જવાથી બે અને દરિયામાં પડી જવાથી એક એમ કુલ ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા.સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઓખા જેટી ઉપર 108, ફાયર વિભાગપોલીસ તેમજ કોસ્ટગાર્ડની ટીમ દોડી આવી હતી. 

ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યું હતુંતે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બે શ્રમિક ક્રેન નીચે દટાઈ ગયા હતા અને એક શ્રમિક દરિયામાં પડી ગયો હતો. ક્રેન નીચે દબાયેલા બંને શ્રમિકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુંતેમજ અન્ય એક શ્રમિકને દરિયામાંથી રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો.જોકેતેને સારવાર મળે ત્યાર પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મૃતક શ્રમિકની ઓળખ જીતેન કરાડીઅરવિંદ કુમાર અને નિશાંત સિંહ તરીકે થઈ છે. હાલતંત્ર દ્વારા તમામના મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories