દાહોદ બાદ ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ, 2 એજન્સીઓએ 11 ગામોમાં થયેલ કામોમાં ગેરરીતિ આચરી રૂ.19.64 લાખ વસુલ્યા !

જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 11 ગામોમાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા હતા

New Update
  • રાજ્યમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું

  • ભરૂચમાં આચરાયું મનરેગા કૌભાંડ

  • 2 એજન્સીઓ સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

  • રૂ.19.64 લાખનું કૌભાંડ આચરાયું

  • મદદનીશ પ્રયોજના અધિકારીએ નોંધાવી ફરિયાદ

સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે

દાહોદના ચચ્ચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ બહાર આવ્યું છે જેનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ ઉકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સભાડની મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા મનરેગાના કામો હેઠળ વધારે મટીરીયલ બતાવી ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા. ખોટા બિલના આધારે રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસુલવામાં આવ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે.

જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 11 ગામોમાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં જરૂરિયાત મુજબનું મટીરીયલ વાપરવામાં આવ્યું ન હતું તેમ છતા વધારે મટીરીયલ બતાવવામાં આવ્યા હતા અને મનરેગા યોજના હેઠળ લોકોને મળતી રોજગારી પણ છીનવી લઈ જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા રૂપિયા રૂ. 6.58 લાખ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.13.5 લાખ સરકાર પાસે લેવામાં આવ્યા હતા.જે ગામોમાં કૌભાંડ આચારવામાં આવ્યું છે તે ગામોના નામ પર નજર કરીએ તો જંબુસર તાલુકાના કીમોજ, વહેલમ અને બોજાદરા. આમોદ તાલુકાના ધમણાદ, પુરુષા, રાણીપુરા અને દાદાપર તેમજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.

બન્ને એજન્સી દ્વારા નિયત માનવશ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને જાતે જ યાંત્રિક મશીનરીથી રોડ રસ્તાના કામો કર્યા હતા જેમાં શ્રમયોગીઓને રોજગારી મળી ન હતી.આ સાથે જ ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બન્ને એન્ટરપ્રાઇઝના માલિકો સામે ગુનો નોંધી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.