Connect Gujarat
ગુજરાત

પૂજા સિંઘલ બાદ હવે ગુજરાત કેડરના આઈ.એ.એસ. રાજેશ સામે ભ્રષ્ટાચારનો આરોપ,જાણો શું છે સમગ્ર મામલો..

ઝારખંડ કેડરની IAS ઓફિસર પૂજા સિંઘલ બાદ હવે CBIએ ગુજરાત કેડરના IAS ઓફિસર પર કડક કાર્યવાહી કરી છે.

પૂજા સિંઘલ બાદ હવે ગુજરાત કેડરના આઈ.એ.એસ. રાજેશ સામે ભ્રષ્ટાચારનો આરોપ,જાણો શું છે સમગ્ર મામલો..
X

ઝારખંડ કેડરની IAS ઓફિસર પૂજા સિંઘલ બાદ હવે CBIએ ગુજરાત કેડરના IAS ઓફિસર પર કડક કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ CBIની ટીમે ગુરુવારે મોડી રાત્રે IAS ઓફિસર કે રાજેશના ઘરે દરોડા પાડ્યા હતા. આ કેસ ભ્રષ્ટાચાર અને કથિત લાંચનો છે. ટીમે તેની ઘણી જગ્યાએ સર્ચ કર્યું હતું. કે રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. તાજેતરમાં સીબીઆઈને ફરિયાદ મળી હતી કે જ્યારે રાજેશ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હતા, ત્યારે રાજેશે કથિત રીતે જમીનના સોદામાં અને અયોગ્ય વ્યક્તિઓને શસ્ત્ર લાયસન્સ આપવામાં લાંચ લીધી હતી.

સીબીઆઈએ જણાવ્યું હતું કે લાંચના પૈસા સુરતના એક વેપારી મેમણના વચેટિયા મારફત તેમના સુધી પહોંચતા હતા. દરોડાના સંદર્ભમાં, સીબીઆઈ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે ગાંધીનગરમાં આઈએએસ અધિકારીના નિવાસસ્થાન અને સુરતમાં કેટલાક અન્ય પરિસરમાં તેમજ આંધ્રપ્રદેશમાં તેમના વતન પર સર્ચ કરવામાં આવ્યું હતું. સીબીઆઈએ જણાવ્યું કે ટીમે આઈએએસ અધિકારીના વચેટિયા તરીકે કામ કરતા મોહમ્મદ રફીક મેમણની સુરતમાંથી ધરપકડ કરી છે. આરોપ છે કે મેમણ તેમના માટે લાંચના પૈસા એકઠા કરતો હતો.

Next Story