નવસારી: હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીના મોતથી ચકચાર,પોલીસે કરી યુવકની ધરપકડ

નવસારીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,હોટેલમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીનું મોત નીપજ્યું હતું,યુવતીનું વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મોત નિપજતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી.

New Update

નવસારીમાં ચોંકાવનારો કિસ્સો આવ્યો પ્રકાશમાં

શારીરિક સંબંધ બાંધતા યુવતીને થયું બ્લડિંગ 

અતિશય લોહી વહી જતા યુવતી મોતને ભેટી 

યુવક મોબાઈલમાં શોધતો રહ્યો લોહી બંધ કરવાના ઉપાય

પોલીસે યુવકની ધરપકડ બાદ તપાસ કરી શરૂ  

નવસારીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,હોટેલમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીનું મોત નીપજ્યું હતું,યુવતીનું વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મોત નિપજતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ભાર્ગવ નરેન્દ્રભાઈ પટેલને સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે મિત્રતા થઇ હતી.અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી,અને  પોતાની પ્રેમિકા સાથે એકાંત માણવા માટે શહેરની એક હોટલમાં બંને ગયા હતા,જ્યાં શરીર સંબંધ બાંધતી વેળાએ યુવતીના પ્રાઇવેટ પાર્ટમાં ઇજા થતાં તેને લોહી નીકળવા લાગ્યું હતું,જોકે યુવતીની સમયસર સારવાર કરાવવાના બદલે ભાર્ગવે ગંભીર બેદરકારી દાખવી મોબાઈલ પર લોહી બંધ કેવી રીતે કરવું તે અંગે શોધખોળ કરીને પ્રયાસો કરતો રહ્યો હતો, અને બાદમાં કોઈ જ યુક્તિ કામ ન લાગતા ભાર્ગવે પોતાના મિત્રોની મદદથી યુવતીને હોસ્પ્ટિલ લઇ ગયો હતો,જોકે  સારવારમાં ઘણું મોડુ થઇ જતા યુવતી મોતને ભેટી હતી.બનાવ અંગે યુવતીના પિતાએ જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બેદરકારી દાખવનાર ભાર્ગવ પટેલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
 
Latest Stories