-
હાઇકોર્ટનું હેલ્મેટ અંગે કડક વલણ
-
હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ એક્શનમાં
-
DGP દ્વારા હેલ્મેટના નિયમ પાલન અંગે કર્યો આદેશ
-
સરકારી કર્મચારીઓએ પહેરવું પડશે ફરજિયાત હેલ્મેટ
-
કચેરી બહાર પોલીસને કરવામાં આવશે તૈનાત
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમ અંગે કડક વલણ અપનાવ્યું છે,ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો,જેના અમલના ભાગરૂપે રાજ્યના DGP દ્વારા સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરાવવામાં આવશે.
ગુજરાતમાં દરેક સરકારી કચેરીઓ પર તારીખ 11 ફેબ્રુઆરી મંગળવારના રોજથી પોલીસ તૈનાત કરવામાં આવશે.ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે,આ અંગે રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કર્યો છે.
હાઇકોર્ટના કડક વલણ બાદ રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કરાયું છે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે.
ફરજિયાત હેલ્મેટનાં હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે સરકારી કચેરીમાં આવતા દ્વિચક્રી વાહનો પર બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે.જે કાયદાનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ પણ કર્યો છે.