રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વીર સાવરકરના જીવન પર લખાયેલ પુસ્તકનું વિમોચન કર્યું હતું. જેમાં તેઓએ સાવરકરને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના ઉપાસક ગણાવ્યા હતા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકર અને લેખક ચિરાયુ પંડિત દ્વારા લિખિત 'વીર સાવરકર'"ધ મેન હુ કુડ હેવ પ્રિવેન્ટેડ પાર્ટીશન પુસ્તકનું વિમોચન કર્યું હતું.પુસ્તકનું વિમોચન કર્યા બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્ર પુરુષ વીર સાવરકર શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના ઉપાસક હતા.મુખ્યમંત્રી એ વીર સાવરકરને બહુમુખી પ્રતિભા સાથે જીવંત યુનિવર્સિટી હોવાનું કહ્યું હતું.મુખ્યમંત્રીએ વીર સાવરકરના વીરતાના કિસ્સા લોકો સમક્ષ રજૂ કરતા કહ્યું કે, શહીદ વીર વીર સાવરકર દ્વારા ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામને આઝાદ ભારત માટેની પ્રથમ લડત હોવાનું ગણાવવામાં આવ્યું હતું.સમગ્ર દેશમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને 'આઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાષ્ટ્રય પુરુષ વીર સાવરકર ઉપર લખાયેલ આજનું પુસ્તક પણ મહત્ત્વનું બની રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વીર સાવરકરની સંઘર્ષ યાત્રા અને સ્વતંત્ર ભારતની ચળવળમાં તેમના અતિ મહત્વના યોગદાનને ભાવિ પેઢી સમક્ષ મુકવા માટે અંદમાન- નિકોબાર એરપોર્ટને વીર સાવરકર એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે