/connect-gujarat/media/post_banners/fdd298efa4bf9957e7121ecc29bb1a3d037b59a770a961ab1b0a2bb2671fe2bf.jpg)
અદાણી આર્થિક કૌભાંડ સહિત મોંઘવારી મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના લાલ દરવાજાથી પાલડી રાજીવ ગાંધી ભવન સુધી હાથ સે હાથ જોડો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અદાણી-હિંડનબર્ગ મુદ્દે કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આગામી દિવસોમાં કોંગ્રેસે પણ આ મામલે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. તો બીજી તરફ, દેશમાં વધતી જતી મોંઘવારી સામે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
અમદાવાદના લાલ દરવાજાથી પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન સુધી કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો પદયાત્રા યોજાય હતી. કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં હાથ સે હાથ જોડો દેશવ્યાપી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, કોંગ્રેસ નેતા અમિત ચાવડા, કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિત નેતાઓ આ પદયાત્રામાં જોડાયા હતા.