Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: સાબરમતી નદીના પાણીમાં કોરોના વાયરસ હોવાની પુષ્ટીથી ખળભળાટ

IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ લીધા સેમ્પલ, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળ્યા.

X

દેશમાં બીજી લહેરમાં કોરોનાના વધુ કેસોમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા. અત્યારસુધીમાં દેશનાં અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચૂકી છે, પરંતુ હવે પાણીમાં પણ કોરોનાવાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળ્યા છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે ત્યાં રાજ્ય અને ખાસ કરીને અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે શહેરની ઓળખ ગણાતી સાબરમતી નદીમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ ગત વર્ષે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી લેવાયેલ સેમ્પલ ની તપાસ કરવામાં આવી હતી. આ સેમ્પલમાં કોરોના વાયરસ મળી આવ્યો છે.

સાબરમતી નદી ઉપરાંત કાંકરિયા અને ચંડોળા પાણીમાંથી લેવાયેલા સેમ્પલનો પણ કોરોના મળી આવ્યો છે.ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ સાથે મળીને આ રિચર્સ કર્યું હતું . એમાં નવી દિલ્હી ખાતે આવેલી જેએનયુની સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ સાયન્સીઝ સંશોધકો પણ સામેલ થયા હતા આસામના ગુવાહાટી ક્ષેત્રમાં નદીઓની તપાસ કરી તો ત્યાં પણ ભારૂ નદી માંથી લેવામાં આવેલું એક સેમ્પલ કોરોના સંક્રમિત આવ્યું છે. સુએજ સેમ્પલ લઈને કરવામાં આવેલી તપાસ દરમિયાન કોરોના વાયરસની ઉપસ્થિતિ અંગે જાણ થઈ હતી આ અભ્યાસ બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત અંગે તપાસ કરવા ફરી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. સંશોધનકર્તાઓએ છેલ્લા 4 મહિનામાં અલગ અલગ 16 સેમ્પલ લીધા હતા અને તેના પર અધ્યયન કરવામાં આવ્યું હતું જેમાંથી 5 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા સાબરમતી નદી અને રિવરફ્રન્ટ અમદાવાદ સાન ગણવામાં આવે છે પરંતુ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં સાબરમતી નદીમાં ભયજનક રીતે પ્રદુષણ વધી રહ્યું છે અમદાવાદ થી આગળ વધતા 120 કિમી વિસ્તારમાં મૃત પ્રાય અવસ્થામાં છે અને હવે કોરોના વાયરસ મળતા ચિંતામાં વધારો થયો છે.

Next Story