Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: હાર્દિક પટેલે ભાજપના રામમંદિર નિર્માણના નિર્ણયની પ્રશંસા કરી,કહ્યું કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે

X

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે ત્યારે આ નારાજગી વચ્ચે હાર્દિક પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. જેને લઈને ગુજરાત રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આવા સમયે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનના કારણે રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું હિન્દુવાદી નેતા છું, હાલ ગુજરાત કોંગ્રેસના નેતાઓ માં નિર્ણય શક્તિનો અભાવ છે.કોંગ્રેસના નેતાઓ વધુ છે તેથી મતભેદ વધારે છે. નેતા વધુ હોય ત્યારે કામ વધુ ઝડપી થવું જોઇએ. પણ કોંગ્રેસમાં નિર્ણય શક્તિ ઘટી રહી છે.હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસની લીડરશીપ અંગે પાર્ટી હાઈકમાન્ડ સાથે વાતચીત કરી છે.હું ભાજપની સારી બાબતો સ્વીકારું છું. ભાજપે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવી, અને હવે રામ મંદિરનું નિર્માણ જેવાં સારા કામોની પ્રશંસા થવી જોઈએ. આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે જ મને બધું આપ્યું છે. તો મારો હેતુ સ્પષ્ટ છે કે ગુજરાતને આગળ લઇ જઇ શકું તે કરવું છે.

Next Story