Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પોલીસ સ્ટેશનોનું કરાયું ઇ- લોકાર્પણ

સાણંદ જીઆઇડીસીમાં બન્યું છે નવું પોલીસ સ્ટેશન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહેમાનો રહયાં હાજર.

X

દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયાં હતાં.

ભારતના ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તાર તેમજ સાણંદ GIDC વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનનું ઇ - લોકાર્પણ કર્યું હતું. તેમણે ચાંગોદર પોલીસ સ્ટેશન, હાંસલપુર પોલીસ સ્ટેશન,કેરાળા પોલીસ સ્ટેશન નળસરોવર તેમજ તેલાવ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તેમજ ડોગ સ્કોડ સાથે મળીને કુલ રૂપિયા 5.22 કરોડના ખર્ચે તૈયાર વિવિધ નવનિર્મિત બિલ્ડીંગનું પણ દિલ્હીથી ઇ-લોકાર્પણ કર્યું હતું.

કોર્ટોમાં પડતર પડી રહેલા કેસનો જલ્દી થી નિકાલ આવે એ હેતુથી આજે દુત એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. જલ્દી કેસનો નિરાકરણ આવે તથા લોકો મુશ્કેલી સામનો ન કરવો પડે અને પોતાના કેસની માહિતી મળી રહે તે હેતુથી દુત એપ્લિકેશન મદદરૂપ બનશે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ પણ બનાવવામાં આવી છે જેને પણ કાર્યરત કરાય છે.

Next Story