અમદાવાદ : રૂ. 1.66 કરોડના દારૂના જથ્થા પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર..

અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, અને અહીં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે તે વાતની પ્રતીતિ આ દ્રશ્યો પરથી સાબિત થાય છે

અમદાવાદ : રૂ. 1.66 કરોડના દારૂના જથ્થા પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર..
New Update

અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, અને અહીં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે તે વાતની પ્રતીતિ આ દ્રશ્યો પરથી સાબિત થાય છે. જીહા આ દ્રશ્યો કોઈ ફિલ્મના નથી, પણ અમદાવાદ શહેરના 5 પોલીસ મથક વિસ્તારમાંથી માત્ર 1 વર્ષમાં પકડાયેલા દારૂના જથ્થાના છે.

છેલ્લા 1 વર્ષમાં પકડાયેલા દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જો દારૂનો આટલો મોટો જથ્થો નાશ કરવામાં આવતો હોય તો કેટલો દારૂ શહેર અંદર મોકલવામાં આવતો હશે. આતો માત્ર 8 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના આંકડા છે. અમદાવાદમાં 40થી વધુ પોલીસ મથક આવેલા છે, આજે જે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો તેની કિંમત 1.66 કરોડ રૂપિયા છે, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી અને સ્થાનિક પોલીસની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

#Ahmedabadpolice #1.66 crore #police #Ahmedabad #bulldozer #Gujarat #liquor #ConncetGujarat
Here are a few more articles:
Read the Next Article