Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : AAP અને ભાજપ વચ્ચે "ટ્વિટર વોર" શરૂ, ઉછળ્યો બન્ને રાજ્યના શિક્ષણનો મુદ્દો...

દિલ્હીના ડેપ્યુટી CM મનિશ સિસોદીયાએ શિક્ષણ અંગે ગુજરાતના શિક્ષણ મંત્રીને જાહેરમાં ડિબેટ કરવા માટે ચેલેન્જ કરી છે.

X

દિલ્હી AAP સરકાર અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વીટર વોર ચાલી રહી છે, ત્યારે દિલ્હીના ડેપ્યુટી CM મનિશ સિસોદીયાએ શિક્ષણ અંગે ગુજરાતના શિક્ષણ મંત્રીને જાહેરમાં ડિબેટ કરવા માટે ચેલેન્જ કરી છે.

ગુજરાત રાજ્યની શાળાઓ અને અગાઉના આયોજન વિષે જાહેરાત કરતાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં પ્રાથમિક અને ગ્રાન્ટ ઇન માધ્યમિક મળી કુલ 40 હજાર શાળા છે. હાલ રાજ્યમાં 54 સ્માર્ટ સ્કૂલ છે, આગામી 6 વર્ષમાં 20 હજાર સ્માર્ટ સ્કૂલ તૈયાર કરી દેવાશે અને તેના પર વિધાનસભા ગૃહમાં પણ રજૂઆત કરવામાં આવી છે. જોકે, બીજી તરફ ગુજરાતના શિક્ષણ અને દિલ્હીના શિક્ષણને સરખાવવાના મુદ્દે હાલ ગુજરાત સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે ટ્વિટર વોર શરૂ થયો છે. દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ ભાજપ પર પ્રહાર કરતાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ કરવા માટે પડકાર ફેંક્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ચેલેન્જ એ સંદર્ભે આપવામાં આવી છે,

જ્યારે હાલમાં ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલ વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યું છે. મનીષ સિસોદિયા કહ્યું હતું કે, શિક્ષણ અંગેની કોઈ વાત ભાજપ ન જ કરે તો સારું. ગુજરાતની ચૂંટણી શિક્ષણના મુદ્દા પર લડવામાં આવશે તેમ લાગે છે. જોકે, અમારું મોડેલ પણ શિક્ષણનું છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે હવે જનતા નક્કી કરે કે, કોનું શિક્ષણ મોડેલ સારું છે, ત્યારે તેઓને વળતાં જવાબમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કેટલાક લોકો સત્તાના નશામાં આવીને કઈ પણ બોલે છે. માટે એ સમજવાની જરૂર છે કે, દિલ્લી-પંજાબના મતદાતાઓનો સરવાળો ગુજરાત જેટલો નથી થતો. પરંતુ મીડિયામાં રહેવા માટે કેટલાક લોકો આવા નિવેદનો કરે છે.

Next Story