વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેના દુધાળા ખાતે વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમણે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બાદ અમરેલી ખાતે પહોંચ્યા હતા,જ્યાં તેઓએ ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું,અને આ સાથે જ તેઓએ રૂપિયા 4800 કરોડના 1600 જેટલા વિકાસ કાર્યોની ભેટ આપી હતી,અને આ પ્રસંગે PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે,ગુજરાતના અનેક વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણનો આજે મને અવસર મળ્યો છે.આપણા વડોદરામાં દેશની એવી એક ફેક્ટરીનું ઉદ્ધાટન થયું છે. જેમાં આપણી વાયુસેના માટે હવાઈ જહાજ બનાવવામાં આવશે. વધુમાં કહ્યું કે, મને અહીં અમરેલીમાં આવીને ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવાનો મહત્વનો અવસર મળ્યો છે. આ તમામ વિકાસ કાર્યો સૌરાષ્ટ્ર-કચ્છ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સૈરાષ્ટ્ર અને અમરેલીના ધરતીનો ગૌરવશાળી ભૂતકાળ રહેલો છે. આ એ જ ભૂમિ છે જેણે યોગીજી મહારાજ આપ્યા, આ એ જ ભૂમિ છે જેને ભોજો ભગત આપ્યો છે.તેમણે વધુમાં કહ્યું કે, પાણીનું મહત્વ જાણીએ છીએ માટે દેશમાં જલ શક્તિ મંત્રાલય બનાવ્યું છે.PM મોદીએ કહ્યું કે, મેં સૌની યોજના લોન્ચ કરી હતી,ત્યારે વાઘ દેખા લોકોએ કેટલીક હેડલાઈન્સ બનાવી હતી કે, મોદીએ ચૂંટણી નજીક આવે છે એટલે સગુફા જોડ્યા છે. પરંતુ આ સૌની યોજનાએ કચ્છ અને સૌરાષ્ટ્રને નવું જીવન આપી દીધું છે. જે સપનું હતું તે સંકલ્પ સાથે પૂરૂ કરી દીધું અને હવે લીલીછમ ધરતી જોઈને આનંદ થાય છે. ગામનું પાણી ગામમાં રહે અને સીમનું પાણી સીમમાં રહે છે તે અંગે પણ વાત કરી હતી. વધુમાં કહ્યું કે, અમરેલીના કેસર કેરીને પણ હવે GI ટેગ મળ્યો છે. દુનિયાભરમાં તે અમરેલીની એક નવી ઓળખ અને આબરૂ ઉભી કરી છે. પ્રાકૃતિ ખેતીમાં પણ એમરેલીના ખેડૂતો ખૂબજ જવાબદારી પૂર્વક કામ કરી રહ્યા છે. પહેલી નેચરલ ફાર્મિગની કોલેજ પણ અમરેલીને મળી છે.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ,સાંસદ,ધારાસભ્યો સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.