અંબાજી : માઁ અંબેના મંદિરમાં કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે વલખા મારતા ભક્તો,RO મશીન સહિતની સુવિધા શોભાના ગાંઠિયા સમાન બની

શ્રદ્ધાળુઓને બીજી સુવિધા તો છોડો પરંતુ પીવાના ઠંડા પાણીના પણ ફાંફાં જોવા મળ્યા છે. હાલમાં ગરમીનો પારો વધતો હોય ભક્તોને ચાલવામાં અને ઠંડા પાણી પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

New Update
  • અંબાજીમાં ગરમીમાં શ્રદ્ધાળુઓના પાણી માટે વલખા

  • પીવાના પાણીની સુવિધા સામે શ્રદ્ધાળુઓમાં રોષ

  • RO મશીન સહિતની સુવિધા બની માત્ર શોભામય

  • મંદિરને લાખોનું દાન મળ્યા બાદ પણ સુવિધાનો અભાવ

  • યોગ્ય સુવિધા ઉભી કરવા માટે શ્રદ્ધાળુઓએ કરી માંગ

Advertisment

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં કાળઝાળ ગરમીમાં ભક્તોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.મંદિર પરિસરમાં મુકવામાં આવેલી પીવાના પાણીની સુવિધાઓ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે.

ગુજરાતના પાવન યાત્રાધામ અંબાજી મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું એક મોટું કેન્દ્ર છે. જ્યાં દરરોજ હજારો માઈ ભક્તો માના દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવે છે. વિશેષ વાર અને તહેવારે આ સંખ્યા લાખોએ પહોંચે છે. તેવામાં કાળઝાળ ગરમીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઉભી કરવામાં આવેલી સુવિધા માત્ર વાતોમાં જોવા મળી છે.

શ્રદ્ધાળુઓને બીજી સુવિધા તો છોડો પરંતુ પીવાના ઠંડા પાણીના પણ ફાંફાં જોવા મળ્યા છે. હાલમાં ગરમીનો પારો વધતો હોય ભક્તોને ચાલવામાં અને ઠંડા પાણી પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

લાખો રૂપિયાનું દાન મેળવતા અંબાજી મંદિરમાં ભર ઉનાળે ઠંડા પાણીની સમસ્યા જોવા મળી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઉભી કરવામાં આવેલી સુવિધા માત્ર નામ પૂરતી જોવા મળી છે. માઈ ભક્ત દ્વારા દાન પેટે મળેલ  RO મશીન પણ છેલ્લા એક મહિનાથી બંધ છે. સાથે મંદિર પરિસરમાં મુકેલા ઠંડા પાણીના મશીનો પણ બંધ હાલતમાં છે.મંદિરમાં અસુવિધાઓને કારણે ભક્તોમાં નારાજગી જોવા મળી છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા ગરમીથી રાહત માટે સમ ખાવા પૂરતા માત્ર બે નાના મંડપ બાંધવામાં આવ્યા છે. ટ્રસ્ટની આવી બેદરકારીને લઈને માઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે સાથે જ પરિસરમાં વધુ સુવિધાની માંગ કરવામાં આવી છે. હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે તેથી અંબાજી મંદિર અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન અર્થે આવી રહ્યા છે.

Advertisment
Latest Stories