અમરેલી : પરીક્ષા આપી પરત ઘરે જતી વેળા અકસ્માત નડતાં 2 વિદ્યાર્થીના ઘટનાસ્થળે મોત, 2 વિદ્યાર્થી ઘાયલ...

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામ નજીક ગંભીર અકસ્માતના બનાવમાં 2 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા, 

New Update
  • રાજુલા તાલુકાના બારપટોળી ગામ નજીકનો બનાવ

  • ગંભીર અકસ્માતના બનાવમાં 2 વિદ્યાર્થીઓના મોત

  • 2 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી

  • અન્ય 2 ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ સારવાર અર્થે ખસેડાયા

  • પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

Advertisment

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામ નજીક ગંભીર અકસ્માતના બનાવમાં 2 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાજ્યારે અન્ય 2 ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામ નજીક વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં રાજુલા શાળાએથી પરીક્ષા આપી પરત કાતર ગામ જતા સમયે વિદ્યાર્થીઓનો અકસ્માત‌ થયો હતો. બારપટોળી ગામ નજીક 2 ટુ-વ્હીલર સામસામે અથડાતાં અનિલ જીણાભાઇ સાખટ અને યોગેશ ભરતભાઇ બારૈયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનવાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતાજ્યારે અકસ્માતની જાણ થતાં જ રાજુલા પોલીસ કાફલો પણ તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહોને રાજુલા જનરલ હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફબન્ને ઇજાગ્રસ્તોને વધું સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories