અમરેલી : સાવરકુંડલાના જેસરરોડ પર એસટી. બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત...

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જેસરરોડ બાયપાસ નજીક એસટી. બસની અડફેટમાં આવી જતાં આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

New Update
6

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જેસરરોડ બાયપાસ નજીક એસટી. બસની અડફેટમાં આવી જતાં આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

સલામત સવારીએસટી અમારીના સૂત્રો ગુજરાત રાજ્યની એસટી. બસ ઉપર લખવામાં આવતા હોય હોય છે પરંતુ હવે આ એસટી. બસમાં મુસાફરી કેટલી સુરક્ષિત છેતેના ઉદાહરણ પણ વારંવાર મળતા રહ્યા છેત્યારે અમરેલી જીલ્લામાંથી એસટી. બસ દ્વારા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર56 વર્ષીય કનુભાઈ ખીમજીભાઇ નગવાડિયા સાવરકુંડલાના જેસરરોડ બાયપાસ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન મહુવા-જામનગર રૂટની એસટી. બસે બાઇક પર સવાર કનુ નગવાડિયાને કચડી નાંખ્યા હતા. ગંભીર ઇજાના પગલે આધેડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યારે જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ધસી આવ્યો હતોજ્યાં મૃતદેહને સાવરકુંડલા સિવિલ હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories