અમરેલી : ધારીના મીઠાપુરમાં લગ્નના બંધનમાં બંધાય ત્યાર પહેલા યુવકની હત્યા,પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

યુવકના લગ્નના એક દિવસ પહેલા ભાવિ પત્નીના એક તરફી પ્રેમીમાં પાગલ  હત્યારાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update
  • લગ્નની શરણાઈના સુર માતમમાં ફેરવાયા

  • યુવતીના એક તરફી પ્રેમીમાં વરરાજાની કરી હત્યા

  • એક તરફી પ્રેમીમાં યુવકને રહેંસી નાખ્યો

  • અગાઉ પણ પ્રેમી યુવકે આપી હતી ધમકી 

  • ઘટનામાં પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

Advertisment

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામના યુવકના લગ્નના એક દિવસ પહેલા ભાવિ પત્નીના એક તરફી પ્રેમીમાં પાગલ  હત્યારાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ચકચારી ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

અમરેલીના મીઠાપુરમાં મકવાણા પરિવારના યુવકની લગ્નના આગલા દિવસે હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બીજા કોઈએ નહીં પણ યુવકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા,તે યુવતીના એક તરફી પ્રેમીમાં પાગલ યુવકે જ તેના મિત્રની મદદથી હત્યા કરી હતી.આ કેસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.

આ સમગ્ર મામલે ધારી પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. વિશાલના પિતાની ફરિયાદના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં બંને આરોપીઓ શોએબ ઈબ્રાહીમ સમા અને શોયાબી બાબુભાઈ ઝાંખરાને ઝડપી પાડ્યા છે. પોલીસે હાલ આ હત્યાકાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે.

વિશાલ મકવાણાની સગાઇ એક યુવતી સાથે નક્કી થઇ હતી.જેના તારીખ 22-02-2025ના રોજ લગ્ન હતા.પરંતુ વિશાલની મંગેતર સાથે શોએબ નામનો શખ્સ એક તરફી પ્રેમ કરતો હતો.જેથી શોએબને આ લગ્ન મંજૂર ન હતા. અને શોએબે વિશાલને અગાઉ ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકેવિશાલે તેને નજરઅંદાજ કરી હતી.

આ દરમિયાન ગુરુવારે તારીખ 20-02-2025ના સાંજના સમયે શોએબે વિશાલને દલખાણીયાની સીમમાં મળવા બોલાવ્યો હતો. જેથી વિશાલ શોએબને મળવા ગયો હતો. જ્યાં શોએબનો એક મિત્ર પણ હાજર હતો. વિશાલ મળવા જતા સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા શોએબે તિક્ષ્ણ હથિયારોથી વિશાલનું ઢીમ ઢાળી દીધું હતું. શોયેબ અને તેનો મિત્ર ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ વિશાલની હત્યાના સમાચાર મળતા જે ઘરમાં લગ્નની શરણાઈ વાગવાની હતી તે ઘરમાં માતમ છવાઈ ગયો હતો.

હત્યાની ઘટનાને પગલે પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી.લાશને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતક વિશાલના પિતાએ ધારી પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.અને બંને આરોપીને પોલીસે ઝડપી લીધા છે.આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેર બનશે હરિયાળુ, વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ !

ભરૂચ નગર સેવા સદન દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રારંભ કરાયો

  • વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ

  • શહેરને વધુ હરિયાળુ બનાવવા કરાશે પ્રયત્નો

  • મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરાશે

  • વૃક્ષના જતનની જવાબદારી સોંપાશે

Advertisment
ભરૂચ નગર સેવા સદન દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે
ભારત સરકારના "એક પેડ માં કે નામ" અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઈવલિહુડ મિશન અંતર્ગત 'વુમન ફોર ટ્રી' કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ  વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યો હતો.આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે. મહિલા મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપાણ અને તેના જતન માટે જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે.આ પ્રસંગે ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment