Connect Gujarat
ગુજરાત

અમરેલી : ગામ સંપર્ક વિહોણું બનતા અંતિમ યાત્રા કાઢવા હાલાકી, મહા મુસીબતે મૃતદેહને સ્મશાન લઈ જવાયો...

હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કેટલીક જગ્યાએ આ વરસાદ આફતરૂપ બની ગયો છે.

X

હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કેટલીક જગ્યાએ આ વરસાદ આફતરૂપ બની ગયો છે. જીહાં, અમરેલી જિલ્લામાં ગામ સંપર્ક વિહોણું બનતા વરસતા વરસાદ વચ્ચે પાણીમાં થઈ સ્મશાન યાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા હતા.

અમરેલી જિલ્લામાંથી પસાર થતી રૂપેણ નદીમાં ભારે વરસાદના કારણે ઘોડાપુર આવતા ટીંબી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. આ વચ્ચે ઉનાના ખત્રીવાડા ગામમાં રહેતા એક વ્યક્તિનું નિધન થતાં મહા મુસીબતે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. વરસતા વરસાદ વચ્ચે ખેતરોમાંથી મહા મુસીબતે પસાર થઈ સ્મશાન યાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા હતા. ગીરના જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી-નાળાઓ છલકાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેવામાં મહામુસીબતે ગીર સોમનાથ જિલ્લાને અડીને આવેલ અમરેલી જિલ્લાના વડલી ગામે ટ્રેક્ટર મારફતે નજીકના ટીંબી ગામના સ્મશાન ખાતે મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો.

Next Story