Connect Gujarat
ગુજરાત

અમરેલી : જયા પાર્વતી વ્રત નિમિતે ભોળાનાથના મંદિરોમાં જામી ભીડ, મહિલાઓ અને નાની બાળાઓ દ્વારા ભોળાનાથનું થયું પૂજન

બગસરામાં આજથી શરૂ થયેલ જયા પાર્વતિ વ્રત નિમિતે ભગવાન શિવની પૂજન અર્ચન કરવા કૂવારીકાઓ અને નાની બાળાઓની દ્વારા ભોળાનાથનું પૂજન કરવામાં આવ્યું હતું

X

અમરેલી જિલ્લાના અને બગસરામાં આજથી શરૂ થયેલ જયા પાર્વતિ વ્રત નિમિતે ભગવાન શિવની પૂજન અર્ચન કરવા કૂવારીકાઓ અને નાની બાળાઓની દ્વારા ભોળાનાથનું પૂજન કરવામાં આવ્યું હતું

અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌપ્રથમ અષાઢ મહિનાની સુદ ત્રયોદશીથી નાની બાળાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ તથા મોટી કન્યાઓ માટે જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છેઅમરેલી શહેર અને બગસરામા આજે જ્યા પાર્વતી વ્રત નિમિતે ભગવાન ભોળાનાથના મંદિરોમાં ભીડ જામી હતી.બગસરાના બાગેશ્વર મહાદેવ મંદિરમા પુજન કરવામા આવ્યુ હતું. મહિલાઓ અને નાની બાળાઓ દ્વારા ભોળાનાથનું પૂજન થયું હતું . વ્રતની કથા અનુસાર ભગવાન ભોળાનાથને વરવા માતા પાર્વતીએ ખુબ જ તપસ્યા કરી હતી. તે તપસ્યાના પરિણામે તેમને મહાદેવ મળ્યા હતા. આથી કુંવારી કન્યાઓ સારા પતિની કામના માટે આ વ્રત કરે છે. વ્રત કરનાર કન્યાઓ સવારે વહેલી ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને જવારાનું પૂજન અર્ચન કર્યું હતું.

Next Story