અમરેલી : શ્વાનને ક્રૂરતાપૂર્વક લાકડીના સપાટા મારી મોતને ઘાટ ઉતારતી ઘટના CCTVમાં કેદ, જીવદયા પ્રેમીએ નોંધાવી ફરિયાદ...

ચમારડી ગામમાં 2 દિવસ પહેલા એક યુવાને સૂતેલા શ્વાન પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં માથાના ભાગે લાકડીના ધડાધડ સપાટા મારી શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો

New Update
  • બાબરા તાલુકાના ચમારડી ગામની ચકચારી ઘટના

  • સૂતેલા શ્વાન ઉપર એક યુવાનનો જીવલેણ હુમલો

  • લાકડીના સપાટા મારી શ્વાનને મોતને ઘાટ ઉતાર્યું

  • સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો

  • ક્રૂર યુવાન વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાય 

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે એક યુવાને સૂતેલા શ્વાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો છે.

મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં 2 દિવસ પહેલા એક યુવાને સૂતેલા શ્વાન પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં માથાના ભાગે લાકડીના ધડાધડ સપાટા મારી શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ક્રૂરતા પૂર્વક લાકડીઓ વરસાવી સૂતેલા નિર્દોષ શ્વાનને મોતને ઘાટ ઉતારતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો છે.

જોકે, CCTV કેમેરામાં કેદ ક્રૂર યુવાનની ક્રૂરતાનો વિડિયો સોશિયલ મીડિયામાં કેદ થઈ થયો હતો. સમગ્ર મામલે ચમારડી ગામના જીવદયા પ્રેમીએ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories