મક્કા મદીના સુધી ફકીરની પદયાત્રા
કોડીનારના ફકીરે શરૂ કરી સંઘર્ષમય સફર
અમરેલીમાં દયાવાનબાપુનું કરાયું સન્માન
અંદાજિત15 મહિના પદયાત્રા ખેડીને મક્કા પહોંચશે
મક્કા મદીના ખાતે તિરંગો લહેરાવવાનોકર્યો દ્રઢ સંકલ્પ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનાફકીર પદયાત્રા દ્વારા મક્કા મદીનાની મુબારક સફરે રવાના થયા છે.ત્યારે આશરે 15 માસ ચાલીને ભારત દેશની આન બાન અને શાન સમા તિરંગો મક્કા મદીના ખાતે લહેરાવવાની દ્રઢ મનોબળ ઈચ્છા સાથે નીકળ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મહંમદ રફાઈ ઉર્ફે દયાવાન બાપુ તારીખ1 ડિસેમ્બર2024 ના રોજ કોડીનારથી ચાલીને પદયાત્રા દ્વારા છેક મક્કા મદીના સુધી8 હજાર કિલોમીટર સફર ખેડીને કરવા રવાના થયેલા છે.6 દિવસની પદયાત્રામાં તેઓ અમરેલી જિલ્લા સાવરકુંડલા સુધી પહોંચ્યા હતા.જ્યાં સૂફીસંત દાદા બાપુ કાદરીના દીકરા મુનીર બાપુ દ્વારા પદયાત્રી દયાવાન બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું.અને મક્કા મદીનાની સફર વખતે પહેરવામાં આવતો અહેરામ અર્પણ કરવામાં આવ્યો હતો.
પદયાત્રી દયાવાન બાપુ સાવરકુંડલાથી અમરેલી અને અજમેર શરીફને ત્યાંથી દિલ્હી,વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન,ઈરાન,ઈરાક થઈને સાઉદી અરેબિયા પહોંચશે.અને વર્ષ2026માં પદયાત્રા દ્વારા ચાલીને મક્કા મદીનાની સફરે પહોંચશે. ત્યારે ઠેકઠેકાણે આ દયાવાન બાપુનુ ઉમળકાથી સન્માન થઈ રહ્યું છે. જ્યારે1986માં આ પદયાત્રા દ્વારા મક્કા મદીનાની સફર કરવાનું મનોમન નક્કી કર્યું હતું પણ સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરીને1 ડિસેમ્બરે પદયાત્રાની શરૂઆત કરી છે.અંદાજે રોજના35 કિલોમીટરનું અંતર કાપીને કુલ8 હજાર કિલોમીટરનું અંતર કાપતા આશરે15 મહિના જેવો સમય ગાળો પદયાત્રા દ્વારા પૂર્ણ કરવાનો ધ્યેય સાથે હાથમાં તિરંગો અને લારીમાં તિરંગો લઈને દેશની આન બાન અને શાન સમા તિરંગાને મક્કા મદીનાની સર જમી પર લહેરાવવાના બુલંદ ઈરાદા સાથે નીકળી પડ્યા છે.