અમરેલી : ખેડૂતનું મારણ કરતી સિંહણ,માનવ મૃતદેહ છોડાવવા માટે વન વિભાગે જેસીબી,ટ્રેકટરનો કર્યો ઉપયોગ

અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામમાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે.

New Update
  • કાકડી મોલી ગામમાં સિંહણે કર્યું ખેડૂતનું મારણ

  • સિંહણે આક્રમક બનીને ખેડૂતને અડધો ફાડી ખાધો

  • ખેડૂતના મૃતદેહ પર બેસી રહી સિંહણ

  • વનવિભાગે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી સિંહણને ખસેડી

  • ટ્રાન્ક્વીલાઈઝર આપીને સિંહણને પાંજરે પુરાય 

Advertisment

અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામમાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે. સિંહણ એટલી આક્રમક હતી કે ખેડૂતના મૃતદેહનો કબજો મેળવવા વન વિભાગને જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી.

અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોઘાભાઈ બારૈયા મોડી સાંજે કામ કરી રહ્યા હતા.આ દરમિયાન અચાનક સિંહણ આવી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો.ખેડૂત મંગાભાઈ બારૈયા પર અચાનક સિંહણે હુમલો કરતા તેમણે સિંહણને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકેસિંહણ એટલી આક્રમક હતી કે ગણતરીની મિનિટોમાં સિંહણે મંગાભાઇનું પેટ ચીરી નાખ્યું હતું. આ ઘટનાની જાણ આજુબાજુના વાડીના ખેડૂતોને થતા તેમણે તરત ગ્રામજનો અને વનવિભાગને આ અંગે જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકેસિંહણ એટલી ગુસ્સામાં હતી કે ખેડૂતની છાતી પર બેસી ગઇ હતીઅને મૃતદેહ પરથી હટતી નહોતી. જેથી વનવિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઇ સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરી હતી.ત્યાર  બાદ શેત્રુજી ડિવિઝનના DCF જયંત પટેલ અને ACF વિરલસિંહ ચાવડાની આગેવાનીમાં વનવિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધરી ટ્રાન્ક્વીલાઈઝર આપીને સિંહણને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી હતી.

Advertisment
Latest Stories