અમરેલી : રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડતા ચાર યુવાનો ડૂબ્યા,તંત્ર દ્વારા યુવાનોની શોધખોળ

અમરેલી જિલ્લાના રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હતા,સર્જાયેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

New Update
  • રાજુલામાં સર્જાય કરુણાંતિક

  • ધાતરવડી નદીમાં યુવાનો ડૂબ્યા

  • ધસમસતા પાણીમાં ડૂબ્યા ચાર યુવાનો

  • ઘટના અંગે સ્થાનિકોએ તંત્રને કરી જાણ

  • નદીમાં લાપતા યુવાનોની શોધખોળ આરંભી

અમરેલી જિલ્લાના રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હતા,સર્જાયેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામમાં કરુણાંતિકા સર્જાય હતી. ધાતરવડી નદીમાં ગામના 4 યુવાનો ડૂબ્યા છે. યુવાનો નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડ્યા હતા. જે બાદ ડૂબવા લાગતા ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા. મામલતદાર અને પોલીસ સહિતની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને નદીમાં યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.વધુમાં બોટની મદદ માટે પણ કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.હાલમાં તંત્ર દ્વારા રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી છે.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે,અને નદી કિનારે લોક ટોળા પણ ઉમટી પડ્યા હતા.ત્યારે જોખમી સ્નાનથી દૂર રહેવા માટે પણ તંત્ર દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે.

Latest Stories