Connect Gujarat
ગુજરાત

અમરેલી : ગીરના ઘરેણાં ડાલામથ્થા સિંહો માટે ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા કરતું વનવિભાગ તંત્ર...

અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે, અને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન બાન અને શાન છે.

X

અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે, અને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન બાન અને શાન છે, ત્યારે ઉનાળાના પ્રારંભે જ ગીરના ડાલામથ્થા સિંહો માટે ધારી વનવિભાગ દ્વારા પાણીની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે.

દુનિયાભરમાંથી જેમની એક ઝલક જોવા ગીર સુધી જોવા આવવું પડે, તેવા એશિયાટીક સિંહો અમરેલી જિલ્લાની આન બાન અને શાન છે, ત્યારે ઉનાળાના આરંભે જ ધારી ગીર પૂર્વના ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલા દ્વારા આગોતરું આયોજન ગીરના ડાલામથ્થા સિંહો માટે કર્યું છે. અમરેલી જિલ્લાના વન વિભાગે પાણી પહેલા જ પાળ લીધી છે. ઉનાળામાં સિંહોને પાણી માટે વલખા ન મારવા પડે તે માટે ધારી ગીર પૂર્વની 7 રેંજોમાં પાણીના પોઇન્ટ, ટેન્કર, સોલાર પવન ચક્કીનો ઉપાયોગ કરીને સિંહોની સુરક્ષા સાથે સિંહો પ્રત્યેની કાળજી અંગે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. દર વખતે ઉનાળામાં સિંહો પીવાના પાણીની શોધ માટે ગ્રામીણ ગામડાઓમાં ઘુસી જાય છે, અને વાડી ખેતરો સાથે ગામડામાં સિંહો પાણી પીતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. પણ આ વખતે વન વિભાગ દ્વારા ઉનાળાની અગમચેતીના ભાગરૂપે શરૂઆતથી સાવચેતી રાખવામાં આવી છે. જંગલ સાથે રેવન્યુ વિસ્તારોમાં પણ સિંહોનો એટલો જ વ્યાપ વધ્યો છે, તેનું મુખ્ય કારણ સિંહોની સુરક્ષામાં સિંહો પ્રત્યેની સરકારની સંવેદના સાથેની નીતિ છે. વન વિભાગની સુંદર અને કાબીલે દાદ જહેમત કહીએ તો આ કાર્ય અતિશયોક્તિ ભર્યું નથી જ, કારણ કે, દિવસ-રાત સિંહોની સજ્જડ સુરક્ષા અને સિંહોની સગવડતા માટે વન વિભાગ 24 કલાક અને 365 દિવસ સુધી કાર્યરતનું પરિણામ જ સિંહોની વસ્તી વધી છે. સિંહોના વધતા સામ્રાજ્ય ને ધ્યાને રાખીને ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો માટે ઉનાળામાં પીવાના પાણી માટેની તકેદારી રાખી છે. ગીરનું ઘરેણું ગણાતા સિંહો માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લીધે સિંહોનું સ્થાપત્ય અકબંધ જળવાઈ રહ્યું છે.

Next Story