અમરેલી: ST બસ સ્ટેન્ડમાંથી પોલીસવર્દીમાં રોફ ઝાડતા નકલી પોલીસ કર્મચારીની LCBએ કરી ધરપકડ

અમરેલી એસટી બસ સ્ટેન્ડમાં પોલીસવર્દીમાં લોકો સામે રોફ ઝાડીને પૈસા પડાવતા એક નકલી પોલીસકર્મીની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી હતી.  

New Update
Advertisment
  • અમરેલીમાંથી નકલી પોલીસકર્મી ઝડપાયો 

  • એસટી બસ સ્ટેન્ડમાં લોકો સામે રોફ ઝાડતો હતો 

  • LCBએ કરી નકલી પોલીસકર્મીની ધરપકડ

  • તાપીના વ્યારા ગામનો ઉમેશ રાહુલ વસાવાની ધરપકડ 

  • પોલીસે ખાખી વર્દી,બેલ્ટ,કેપ સહિતની વસ્તુઓ કરી કબજે  

Advertisment

અમરેલી એસટી બસ સ્ટેન્ડમાં પોલીસવર્દીમાં લોકો સામે રોફ ઝાડીને પૈસા પડાવતા એક નકલી પોલીસકર્મીની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી હતી.  

અમરેલીના એસટી બસ સ્ટેન્ડમાં એક યુવક પોલીસવર્દીમાં ફરીને લોકો સામે રોફ ઝાડી રહ્યો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી.જે ચોક્કસ બાતમીને આધારે પોલીસે બસ સ્ટેન્ડમાં તપાસ કરી હતી.અને નકલી પોલીસકર્મી બનીને ફરતા યુવકની પોલીસે ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તાપી જિલ્લાના વ્યારા ગામનો ઉમેશ રાહુલ વસાવા પોલીસની વર્દી પહેરીને સીનસપાટા મારતો હતો.પોલીસે ગુજરાત પોલીસનો ડ્રેસકેપબેલ્ટશૂઝ સાથે ઉમેશ વસાવાની ધરપકડ કરી છે.વધુમાં આરોપી ઉમેશે નકલી પોલીસ બનીને અમરેલીમાં કોઈની સાથે છેતરપિંડી કરી છે કે નહિ તે અંગે પોલીસે વિધિવત તપાસ શરૂ કરી છે.