અમરેલી : બાબરાના તાઇવદરના બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોમાં રોષ

અમરેલીના બાબરાના તાઇવદરનો માર્ગ 15 વર્ષથી ખખડધજ હાલતમાં છે, ખરાબ રસ્તાને પરિણામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો,અને રોડ પર બેસીને રામધૂન બોલાવી તંત્રને રસ્તાનું સમારકામ કરવા માટેની માંગ કરી હતી.

New Update

બાબરાના તાઈવદર ગામનો રસ્તો બન્યો બિસ્માર 

છેલ્લા 15 વર્ષથી રસ્તો વિકાસથી રહ્યો વંચિત

સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય 

સાંસદ અને ધારાસભ્યને કરી ચુક્યા છે ફરિયાદ 

સ્થાનિકોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી   

અમરેલી જિલ્લાના બાબરાના તાઇવદરનો માર્ગ 15 વર્ષથી ખખડધજ હાલતમાં છે, ખરાબ રસ્તાને પરિણામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો,અને રોડ પર બેસીને રામધૂન બોલાવી તંત્રને રસ્તાનું સમારકામ કરવા માટેની માંગ કરી હતી.
અમરેલી જિલ્લાના બાબરાના તાઇવદરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિક લોકોની હવે ધીરજ ખૂટી છે.છેલ્લા 15 વર્ષથી આ માર્ગ વિકાસથી વંચિત રહ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.તંત્રને વારંવારની રજૂઆત બાદ પણ રસ્તાનું કોઈ જ સમારકામ કરવામાં આવ્યું નથી.ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રના બહેરા કાને તેમની ફરિયાદ સંભળાય તે માટે ભાદરવાના તાપમાં ખરાબ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી હતી.આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે સાંસદ અને ધારાસભ્યને રજૂઆત બાદ પણ રસ્તાની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી,ત્યારે સ્થાનિક લોકોએ વહેલી તકે ખરાબ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી.    
Read the Next Article

અમરેલી : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ-પ્રકૃતિ પ્રેમી-વિદ્યાર્થીઓએ “સિંહ બચાવો”ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી...

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

  • વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આયોજન કરાયું

  • ગીરની શાન ગણાતા સિંહો માટે જનજાગૃતિ રેલી યોજાય

  • સિંહના મુખોટા પહેરી અનેક વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા

  • સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવો પ્રયાસ :RFO

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગપ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ... ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે દેશભરમાં ઉજવાય છેત્યારે સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારીખાંભાસાવરકુંડલારાજુલા સહિતના પંથકમાં શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે રેલી યોજી હતી. જેમાં વન વિભાગ સહિત પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા હતા. ગીરના ગ્રામીણ ગામડાઓ સાથે બૃહદ ગીરના ગામોમાં સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવા સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રસંગે સાવરકુંડલા વનવિભાગના અધિકારીઓશિક્ષણ વિભાગપોલીસ અને રાજકીય મહાનુભાવોએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.