કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ખેતી પાકને પહોંચ્યું નુકસાન
ખેડૂતો બન્યા ચિંતાગ્રસ્ત
સાંસદ અને મંત્રીએ લીધી મુલાકાત
અસરગ્રસ્ત વિસ્તારનો કરાયો સર્વે
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે,જેના પરિણામે સાંસદ અને મંત્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી,અને નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના મારથી ખેતીપાકો તબાહ થયા છે.ત્યારે સાંસદ ભરત સુતરીયા, રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા સહિત ધારાસભ્યો મહેશ કસવાળા,જે.વી. કાકડિયા તેમજ જિલ્લાના વહીવટી તંત્રની ટીમ દ્વારા ખેત જણસો નુકશાની સર્વે કરવામાં આવ્યો હતો. ખેતર ખૂંદતા ખૂંદતા ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ મગફળી, કપાસ સહિતના ખેતીપાકોનું નિરીક્ષણ કર્યું હતું.અને ખેડૂતોની વેદનાઓ સંભાળી હતી.જ્યારે ખેતીપાકો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના તાત્કાલિક સર્વે સાથે સેટેલાઇટ સર્વે સહિતની જે પણ લાભદાયી અને રાહત મળે તેવા અભિગમ અપનાવીને અમરેલી જિલ્લાના વહીવટી વડા સાથે બેઠક કરીને ખેડૂતોને રાહત મળે તેવા પ્રયાસ રાજ્ય સરકારના રહેશે તેવું ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું.
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા પંથકમાં ખેતી પાકને કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું છે,ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તેવો આશાવાદ ધારાસભ્ય મહેશ કસવાળાએ વ્યક્ત કર્યો હતો.