-
લેટર કાંડ મુદ્દે રાજકારણ ગરમાયું
-
પાયલ ગોટીની લેટર કાંડમાં થઇ હતી ધરપકડ
-
યુવતીનું પોલીસે કાઢ્યુ હતું સરઘસ
-
પોલીસની કાર્યવાહી સામે પાટીદાર સમાજમાં રોષ વ્યાપ્યો
-
યુવતીને ન્યાય માટે પરેશ ધાનાણી આમરણાંત ઉપવાસ પર બેઠા
અમરેલીના બહુ ચર્ચિત લેટર કાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. 24 કલાકના અલ્ટિમેટમ બાદ આજથી રાજકમલ ચોક ખાતે પરેશ ધાનાણી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે.
અમરેલીમાં લેટર કાંડ બાદ રાજકારણ ગરમાયું છે,બહુ ચર્ચિત લેટર કાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી.અને પોલીસ દ્વારા સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું,ત્યાર બાદ પાટીદાર સમાજમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો હતો.ત્યારે અમરેલીના કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે.અને આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.
આ આંદોલનમાં લલિત કગથરા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, પૂર્વ ધારાસભ્યો સહિતના કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.