-
પ્રગતિશીલ ખેડૂતની ટામેટાની સફળ ખેતી
-
10 વીઘા જમીનમાં કરે છે ટામેટાની ખેતી
-
10 વર્ષથી કરી રહ્યા છે ટામેટાની ખેતી
-
ટામેટાની ખેતીએ ખેડૂતને લખપતિની હરોળમાં લાવી દીધા
-
આધુનિક અને ગાય આધારિત કરે છે ખેતી
અમરેલી જિલ્લાના કુકાવાવના બરવાળા બાવીસી ગામના પ્રગતિશીલ ખેડૂતે ટામેટાની ખેતીમાં સફળતા મેળવીને અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે. ઘરતીપુત્રએ આધુનિક અને ગાય આધારિત ખેતી કરીને છેલ્લા 10 વર્ષથી ટામેટાની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે.
અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાનું બરવાળા બાવીસી ગામમાં આમ તો ઘણા પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને શાકભાજી સાથેની અન્ય ખેતી તરફ વળ્યા છે,પણ બરવાળાના અરવિંદ ડોબરીયા પાસે 40 વીઘા જમીન છે,જેમાં 10 વીઘામાં ટામેટાનું વાવેતર કર્યું છે.ટામેટાનું માંડવા બનાવીને વાવેતર કરીને વિશેષ રૂપમાં ખેતીને આધુનિક ખેતી સાથે ગાય આધારિત ખેતીમાં અરવિંદ ડોબરીયાએ છેલ્લા 10 વર્ષથી ટામેટાની ખેતી કરી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂતમાં ટામેટાએ અરવિંદ ડોબરીયાને લખપતિ ખેડૂતની હરોળમાં મૂકી દીધા છે.જોકે હાલ ટામેટામાં સારા ભાવ નથી એટલે માલનું વેચાણ ઓછું કરવામાં આવે છે,પરંતુ જો સારા ભાવ હોય તો ટમેટામાં ખૂબ જ સારું ઉત્પાદન મળે છે.ટમેટામાં અંદાજિત 50 થી 60 ટકા નફો મળી રહે છે.ખેડૂત અરવિંદ ડોબરીયા ટામેટાની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરીને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.