-
અમરેલીમાં વૃદ્ધ મહિલાની હત્યાનો મામલો
-
નાયબ મામલતદારના માતાની હત્યા
-
અજાણ્યા શખ્સોએ આપ્યો ઘટનાને અંજામ
-
તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરી હત્યા
-
પોલીસે ગુન્હો નોંધી શરૂ કરી તપાસ
અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે નાયબ મામલતદારના માતાની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે.અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે 64 વર્ષીય પ્રભાબેન તેરૈયા નામની વૃદ્ધાનું તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. મૃતક વૃદ્ધ મહિલા જ્યારે ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વૃદ્ધાના ગળા તેમજ છાતી સહિતના ભાગે છથી સાત જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેમની હત્યા કરવામાં આવી હતી.
અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેનની હત્યાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રભાબેન જ્યારે ઘરે એકલા હત્યા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે રૂરલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને ઘટના પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે,તેમજ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.