Connect Gujarat
ગુજરાત

અમરેલી : સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ખાતે એસટી બસો અનિયમિત આવતા વિદ્યાર્થીઓનું હલ્લાબોલ, બસોના પૈડા થંભાવી દીધા

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ઝીંઝુડાથી પીઠવડી હાઈસ્કૂલે જતા વિદ્યાર્થીઓને એસટી બસ ઉભી ન રહેતા વિદ્યાર્થીઓ વિફર્યા હતા.

X

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ઝીંઝુડાથી પીઠવડી હાઈસ્કૂલે જતા વિદ્યાર્થીઓને એસટી બસ ઉભી ન રહેતા વિદ્યાર્થીઓ વિફર્યા હતા. જેને લઈને સાવરકુંડલા-જેસર રૂટનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે વિદ્યાર્થીઓ એસ.ટી. બસની સમસ્યાના કારણે વિફર્યા હતા. મોટા ઝીંઝુડાથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એસટી બસો સમયસર ન મળતા અભ્યાસને તેની સીધી અસર પડી રહી હતી. જેથી વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓએ સાવરકુંડલા-જેસર રૂટનો માર્ગ બંધ કરી ચક્કાજામ કરીને હલ્લાબોલ મચાવી મૂકયો હતો.મોટા ઝીંઝુડા ગામે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. પરંતુ અનિયમિત બસ સેવાના કારણે વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળાએ જઈ શકતા નથી અને ઘરે પણ પહોંચી શકતા નથી.વારંવાર રજૂઆત છતાં પણ એસ.ટી.બસ નિયમિત ન આવતા આજે વિધાર્થીઓએ ધીરજ ગુમાવી હતી અને બસ અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Next Story