Connect Gujarat
ગુજરાત

અમરેલી : બગસરામાં જંગલી જનાવરોનો આતંક, ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું

ખેડૂત જગતનો તાંત ગણાઈ છે પણ બગસરા પંથકના ખેડૂતોને નીલગાયના રોજના ત્રાસ બાદ જંગલી ભૂંડની નવી આફતથી ખેતીના પાકો નષ્ટ થઈ રહ્યા છે

X

એક તરફ સારા વરસાદથી ખેડૂતો મબલખ પાકની આશાઓ સેવી રહ્યા હોય ત્યારે બગસરા પંથકના ખેડૂતો પર નવી આફત ત્રાટકી છે પરસેવો પાડીને રાત દિવસ એક કરતા ખેડૂતોને હરણ, રોઝ, નિલગાયનો ત્રાસ સહન કરી રહ્યા છે. આ છે અમરેલી જિલ્લાના બગસરા પંથકનું સુડાવડ અને સાપર ગામ. ખેતી આધારિત ગામડાઓમાં ખેડૂતોને સારા વરસાદથી મબલખ કમાણી કરવાની ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યુ છે. ખેડૂતો દરેક મોસમમાં અલગ અલગ પાકોનું વાવેતર કરે છે,

બગસરા પંથકમાં જગતનો તાત ખેડૂતોને નીલગાય, હરણ, રોજના ત્રાસ સાથે જંગલી ભૂંડ સુવરનો ત્રાસ સામે આવતા ખેડૂતોના પરસેવાની કમાણી પર પાણી ફેરવી રહ્યા છે, બગસરા તાલુકાના સાપર અને સુડાવડ ગામે જંગલી ભૂંડનું ટોળું રોજ બરોજ એકથી બીજા ખેતરોમાં જઈને ખેતીના પાકોનો સોથ બોલાવી રહ્યા છે. સાપરના બે વીઘા ઉપરની શેરડીમાં પાકોનો સોથ બોલાવી દીધો હતો અને શેરડીનો પાક જમીન દોષ થઈ જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતે જણાવ્યું હતું કે હાલ એક બાજુ સતત વરસાદથી ખેતી પાકને નુકસાની જવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે શેરડીનો પાક તૈયાર થવાના આરે હતા ત્યાં જ જંગલી ભુડનુ ટોળું ત્રાટક્યું અને શેરડીના પાકને ભારે નુકસાન કરતા ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ખેડૂત જગતનો તાંત ગણાઈ છે પણ બગસરા પંથકના ખેડૂતોને નીલગાયના રોજના ત્રાસ બાદ જંગલી ભૂંડની નવી આફતથી ખેતીના પાકો નષ્ટ થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને ખેતીપાકો સર્વે કરીને નુકશાનીનું વળતર ક્યારે મળશે તે તો સમય જ કહેશે. ખેડૂતોએ ચોમાસું વાવેતરમાં કપાસ, મગફળીનું મબલખ વાવેતર થયું છે તો સોયાબિન, શાકભાજી, શેરડી સહિતના પાકોને સારા વરસાદ બાદ ખેડૂતો પર જંગલી ભુન્ડની આફત સામે આવતા ખેતીવાડી તંત્રને રજૂઆત કરી છે પણ ખેડૂતોને છુટકારો નથી ત્યારે આમ આદમી પાર્ટીના નેતાએ સરકારમાં ખેડૂતોના હિતમાં વળતર અપાવની માંગ કરી હતી.

Next Story