Connect Gujarat
ગુજરાત

અમરેલી : RCC રોડના કામમાં એજન્સી લોખંડ વાપરવાનું જ ભૂલી ગઈ, જુઓ પછી નગરસેવકોએ શું કર્યું..!

નગરપાલિકા દ્વારા અંદાજીત 13 લાખ રૂપિયાના ખર્ચે નવા RCC રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

X

અમરેલી જિલ્લાના દામનગર ખાતે નવા RCC રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ એજન્સી દ્વારા રોડના કામમાં વપરાતું લોખંડ જ ભૂલી ગયા હતા. જોકે, બોગસ કામ થતા કોન્ટ્રાક્ટરને સબક શીખવાડવા અને તંત્રની આંખ ખોલવા નગરપાલિકાના ભાજપના સદસ્યએ આખો રોડ તોડાવ્યો હતો.

દામનગર ખાતે ST બસ સ્ટોપ નજીક નગરપાલિકા દ્વારા અંદાજીત 13 લાખ રૂપિયાના ખર્ચે નવા RCC રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, એજન્સી દ્વારા 65 ફૂટના RCC રોડમાં લોખંડના સળિયા નાખ્યા વગર RCC રોડનું કામ કરી દેવાયું હતું, ત્યારે RCC રોડના નિર્માણમાં બોગસ કામ થયું હોવાની જાણ થતા દામનગર નગરપાલિકાના જાગૃત નગરસેવક અરવિંદ બોખા, ખીમજી કસોટીયા, યાસીન ચુડાસમાએ થતા કોન્ટ્રાક્ટરને સબક શીખવાડવા અને તંત્રની આંખ ખોલવા JCB વડે આખો રોડ તોડાવી નાખ્યો હતો. ત્યારબાદ RCC રોડના સેમ્પલ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા, ત્યારે હાલ તો પાલિકાના ટેન્ડરથી કામ કરતી એજન્સી ઉપર કોનું મોનિટરિંગ છે અને RCC રોડમાં કેમ લોખંડ વાપરવામાં નહીં આવ્યું તે અંગે તપાસ થાય તેવી બૂમો ઉઠી છે. સમગ્ર મામલે દામનગર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરાતા 65 ફૂટના રોડમાં લોખંડ નાખી નવેસર કામ કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે, એક સપ્તાહ પહેલા બનેલ RCC રોડ એકાએક તોડતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.

Next Story