Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાજુલાના પીપલાવ પોર્ટ ખાતે મરીન પોલીસની સરહાનીય કામગીરી સામે આવી, જાણો શું છે સમગ્ર મામલો..?

અમરેલી : રાજુલાના પીપલાવ પોર્ટ ખાતે મરીન પોલીસની સરહાનીય કામગીરી સામે આવી, જાણો શું છે સમગ્ર મામલો..?
X

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ ખાતે મરીન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ હતી દરીયા વરચે ઈજાગ્રસ્ત માછીમારને બચાવી લેવામાં આવ્યો હતો.

રાજુલાના પીપાવાવ મરીન પોલીસ દ્વારા પીપાવાવ પોર્ટ ખાતે મરીન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ હતી દરીયા વરચે ઈજાગ્રસ્ત માછીમારને બચાવી લેવામાં આવ્યો હતો. અને પી.એસ.આઇ ડી.બી. મજેઠીયાની સૂચનાથી પીપાવાવ પોર્ટના દરિયામાં મધ દરીયે માછીમારી કરવા ગયેલ મચ્છીમાર જેમનું નામ પરસોતમભાઈ બીજલભાઈ બારૈયા ઉ.વ. ૩૫ રહે શીયાળબેટ તેમને માછીમારી કરતાં દરમિયાન બોટની લોખંડની ખૂટી માથાના ભાગે વાગી જતા ગંભીર ઇજા થયેલ હતી.

જેની જાણ તાત્કાલિક ધોરણે પીપાવાવ મરીન પોલીસને થતા મરીન પોલીસ સ્ટાફ ધટના સ્થળે દોડી ગયેલ હતો. અને ત્યારબાદ અક્ષા નામની બોટના ઈજાગ્રસ્ત માછીમારને મધદરિયેથી કિનારા સુધી પીપાવાવ મરીન પોલીસ દ્વારા સ્પીડ બોટ મારફતે લાવવામાં આવ્યા હતાં. અને વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. અને પીપાવાવ મરીન પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. અને મરીન પોલીસની મદદથી સમયસર સારવાર મળતા આ માછીમાર બચી જવા પામેલ છે. અને આ કામગીરી પી.એસ.આઈ. ડી.બી. મજેઠીયા તેમજ હે.કો.નીલેશભાઈ સાખંટ, પો.કો. રામસિંગભાઈ વાઢેર, પો.કો ભાવીનભાઈ ગોહીલ, સંજયભાઈ ચાવડા, બોટ માસ્ટર સબીરફાન પઠાણ તેમજ ઈકબાલ કુંડલીયા સહીત પોલીસ સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવેલી હતી.

Next Story