અમરેલી : રાજુલાના હિંડોરણા રોડ પર એસટી બસ,કાર અને બાઈક વચ્ચે થઇ ભયાનક ટક્કર,ટ્રિપલ અકસ્માતમાં ત્રણના મોત

અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ,સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

New Update
  • વડોદરાના યુવાનોને કાળ ભરખી ગયો 

  • અમરેલી સોમનાથ હાઇવે પર સર્જાયો અકસ્માત

  • કાર ડિવાઇડર કૂદીને એસટી બસમાં ભટકાય 

  • કાર એસટી બસ સાથે ભટકાતા વળ્યો કચ્ચરઘાણ  

  • ટ્રિપલ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવાનોના મોત

અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ દુર્ઘટનામાં એસટી બસ, સ્વિફ્ટ કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા.

અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ,સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ ગોઝારા માર્ગ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર ત્રણેય વ્યક્તિનાં ઘટના સ્થળ પરજ કરૂણ મોત નિપજ્યા હતા.આ યુવાનો વડોદરા જિલ્લાના પાદરાનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ દીવ તરફથી આવી રહ્યા હતા.

બાઈક ચાલકને એસટી બસ પાછળ ઘૂસી જવાને કારણે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, સ્વીફ્ટ કાર ઉછળીને એસટી બસની સાઈડમાં આવી જતા આ અકસ્માત સર્જાયો હતો.રાજુલા પોલીસ અને એસટી ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં મારુતિ સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, જેનાથી અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થાય છે.ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories