અમરેલી: સિંહ અને દીપડાના હુમલામાં બે બાળકોના મોત,પરિવારના માથે આભ તૂટી પડ્યુ

જીલ્લામાં સિંહનો આતંક જોવા મળ્યો છે. સિંહે બકરીનું મારણ કર્યા બાદ ખુલ્લામાં સૂતેલા 5 માસના બાળકને ફાડી ખાતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે

New Update
અમરેલી: સિંહ અને દીપડાના હુમલામાં બે બાળકોના મોત,પરિવારના માથે આભ તૂટી પડ્યુ

અમરેલી જીલ્લામાં સિંહનો આતંક જોવા મળ્યો છે. સિંહે બકરીનું મારણ કર્યા બાદ ખુલ્લામાં સૂતેલા 5 માસના બાળકને ફાડી ખાતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે તો બીજી તરફ સાવરકુંડલામાં પણ સિંહના હુમલામાં 3 માસના બાળકનું મોત નિપજયુ હતુ

અમરેલી જીલ્લામાં અવારણવાર સિંહના હુમલાના સમાચારો આવતા રહે છે ત્યારે ફરી એકવખત સિંહના હુમલામાં 5 માસના માસુમ બાળકનું મોત નિપજયુ હતુ.અમરેલી જિલ્લાના લીલીયાના ખારા ગામે શ્રમજીવી પરિવાર રોડ પર ઝૂપડુ બાંધી રહે છે ત્યારે આ વિસ્તારમાં સિંહ ત્રાટક્યો હતો અને પ્રથમ બકરીનું મારણ કર્યા બાદ 5 માસના બાળકને ફાડી ખાધો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ વન વિભાગનો કાફલો દોડી આવ્યો હતો અને સિંહને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ તરફ સાવરકુંડલાના કરજાળા ગામે પણ દીપડાના હુમલાની ઘટના સામે આવી છે જેમાં રાત્રિના સમયે દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 3 વર્ષના બાળકનું મોત નિપજયું હતું. બનાવની જાણ થતાની સાથે જ વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દીપડાને પાંજરે પૂરી જંગલ વિસ્તારમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી

Latest Stories