Connect Gujarat
ગુજરાત

અમરેલી : સાવરકુંડલાનું વંડા ગામ કે જ્યાં ત્રણ વર્ષથી કોલેજો બંધ છે જેથી વિધાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા..

સાવરકુંડલા તાલુકાના વંડા ગામની કોલેજ બંધ કરીને પ્રાથમિકને માધ્યમિક સ્કૂલ શરૂ કરી દેતા 35 ગામડાઓના બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થઇ ગયો છે

X

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામની કોલેજ બંધ કરીને પ્રાથમિકને માધ્યમિક સ્કૂલ શરૂ કરી દેતા 35 ગામડાઓના બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થઇ ગયો છે તો વિદ્યાર્થીનીઓ બહાર જવાના મુદ્દે વાલીઓ દ્વારા કોલેજ શિક્ષણનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે તો વંડાથી સાવરકુંડલા કોલેજ જવા માટે ટાઈમે એસટી બસો આવતી ન હોવાનો પડકાર પણ વંડાવાસીઓ અને ગ્રામીણ ગામડાઓમાં ઉભો થયો છે.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું વંડા ગામ.. સાવરકુંડલા તાલુકાનું સૌથી મોટું વંડા ગામડું છે ને વંડા ગામમાં છેલ્લા ત્રણેક વર્ષથી ખાનગી કોલેજ બંધ થઈ ગઈ છે. જેથી 35 ગામડાઓના વિદ્યાર્થીઓને મસમોટી મુશ્કેલીઓ ઉભી થઇ છે. કોલેજ બંધ કરીને પ્રાથમિકને માધ્યમિક સ્કૂલ શરૂ થઈ જતા ધોરણ 12 પછી કોલેજ શિક્ષણથી વિદ્યાર્થીઓ વંચિત થઈ ગયા છે. કોલેજના અભાવે ઉચ્ચતર શિક્ષણ લેવા વિદ્યાર્થીઓને અમરેલી અને સાવરકુંડલા કોલેજ જવું પડે છે પરંતુ એસટી તંત્રની એસટી બસો વંડા સુધી સમયસર આવતી ન હોવાથી વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી ઘરે બેસવાનો વારો આવ્યો છે.

વંડાની ચાલુ કોલેજ બંધ થઈ જતા વાલીઓને વિદ્યાર્થીનીઓને બહાર ભણવા મોકલવાની મુશ્કેલીઓ વધી ગઈ છે અને એસટી બસો સમયસર ન આવતી હોવાનો વસવસો વાલીઓ અને અગ્રણીઓ કરી રહ્યા છે તે સાથે જ શિક્ષણમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે. પણ હજુ સુધી સરકાર તરફથી વિદ્યાર્થીઓના ભાવિ માટે યોગ્ય પ્રત્યતર નથી મળ્યો. ગાંધીના ગુજરાતમાં એક તરફ સરકાર શિક્ષણ મુદ્દે અગ્રેસર રહેતું હોવાનું જણાવે છે ને વિદ્યાર્થીનીઓ માટે એસટી બસોમાં ફ્રી મુસાફરીની વાતો કરે છે પણ એસટી બસો ગામડાઓમાં આવતી ન હોય તો ચાલુ કોલેજ બંધ થઈ તે અંગે જો થોડી સરકાર આ દિશામાં ધ્યાન રાખે તો 500 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ ફરી ઉજ્જવળ થવાની શક્યતાઓ વધી શકે તેમ છે.

Next Story