-
બાબરા પંથકમાં બિસ્માર માર્ગના મુદ્દે અનોખો વિરોધ
-
ખેડૂતો સહિત 9 ગામના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ
-
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું
-
લોકોએ બિસ્માર માર્ગમાં રોળા પુરવાની કામગીરી કરી
-
બિસ્માર માર્ગ મુદ્દે તંત્રને કરાય હતી અનેકવાર રજૂઆત
અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં બિસ્માર માર્ગના મુદ્દે ખેડૂતો સહિત આસપાસના ગ્રામજનોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં જાતે જ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરી બિસ્માર રોડમાં રોળા પુરવાની કામગીરી હાથ ધરી હતી.
આમ તો, અનેક લોકો વિવિધ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવતાં હોવાનું આપણે જોતાં આવ્યા છે. પરંતુ નેતાઓ દ્વારા વિકાસની કામગીરી ન થતાં લોકોએ જાતે જ ખાતમુહર્ત કરી વિરોધ નોંધાવ્યો હોય તેવો કદાચ આ પ્રથમ કિસ્સો હોય શકે..! જીહા, અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં બિસ્માર માર્ગના મુદ્દે ખેડૂતો સહિત ગ્રામજનોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
બાબરાથી ગોંડલ હાઇવે પર ચમારડી સહિત આસપાસના ગ્રામજનોએ 9 ગામોને જોડતા બિસ્માર માર્ગ મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી. તેમ છતાં તંત્ર લોકોની નહીં સાંભળતા આખરે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો સહિત ગ્રામજનોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બિસ્માર રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
એટલું જ નહીં, જાત મહેનત જિંદાબાદના નારા સાથે લોકોએ જાતે જ બિસ્માર રોડમાં રોળા પુરવાની કામગીરી પણ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ચમારડી ગામના આગેવાનો, માજી સરપંચ સહિત આસપાસના ગ્રામજનો જોડાયા હતા.